Botad Traffic Education Trust Recruitment: બોટાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક પદો પર ભરતી જાહેર કરવમાં આવેલ છે. જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે આ સારી તક છે. ઉમેદવાર મિત્રો આ ભરતીમાં ટ્રાફિક ની જગ્યાઓ માટે જોબ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, વેતન, અરજીનો શુલ્ક, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ સંપૂર્ણ વાંચવો.
Botad Traffic Education Trust Recruitment । બોટાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ભરતી
| વિગતો | માહિતી |
|---|---|
| સંસ્થા / વિભાગનું નામ | બોટાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ |
| પોસ્ટનું નામ | ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક |
| કુલ જગ્યાઓ | 45 |
| અરજી કરવાનું માધ્યમ | રૂબરૂ અરજી |
| અરજી શરૂ તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયેથી |
| અરજીની છેલ્લી તારીખ | 15 જાન્યુઆરી 2026 |
| સત્તાવાર વેબસાઈટ | સત્તાવાર જાહેરાત મુજબ |
મહત્વની તારીખ
ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવકોની આ ભરતી માટે અરજી પ્રક્રિયા જાહેરાત થયાના દિવસથી એટલે 05 જાન્યુઆરી 2026 શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયેથી દસ દિવસની અંદર એટલે 15 જાન્યુઆરી 2026 સુધી માં અરજી કરવી જરૂરી છે અને છેલ્લી તારીખ બાદ કોઈ પણ પ્રકાર ની અરજી સ્વીકારવામાં આવશે નહીં.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક પદ માટે કુલ 45 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં પુરૂષ ઉમેદવારો માટે 27 જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે 18 જગ્યાઓ ફાળવવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારો બોટાદ, બરવાળા અને ગઢડા નગરપાલિકા વિસ્તારોમાં પોસ્ટ મળશે.
પગાર ધોરણ
પસંદ થયેલા ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવકોને ફરજ બજાવવા બદલ પ્રતિદિન રૂ. 400 પગાર ચુકવવામાં આવશે. આ સિવાય કોઈ પણ પ્રકારનું વધારાનું ભથ્થું અથવા કાયમી પગાર આપવામાં આવશે નહીં. આ સેવા સંપૂર્ણપણે તાત્કાલિક અને ખાનગી ધોરણે રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી શારીરિક ક્ષમતા કસોટી, દોડ પરીક્ષા અને લેખિત પરીક્ષા આધારે કરવામાં આવશે. પુરૂષ ઉમેદવારો માટે 800 મીટર દોડ અને મહિલા ઉમેદવારો માટે 400 મીટર દોડ લેવામાં આવશે. ત્યારબાદ ટ્રાફિક તથા સામાન્ય જ્ઞાન આધારિત 100 ગુણની લેખિત પરીક્ષા લેવામાં આવશે. અંતિમ પસંદગી લેખિત પરીક્ષાના મેરીટ આધારે કરવામાં આવશે જ્યારે દોડ માત્ર લઘુત્તમ લાયકાત માટે રાખવામાં આવી છે.
વય મર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની ન્યૂનતમ વય 18 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષ હોવી ફરજીયાત છે. વયની ગણતરી જાહેરાતમાં દર્શાવેલ તારીખ મુજબ કરવામાં આવશે. નિયમ મુજબ સરકારના ધોરણ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
ઉમેદવાર ઓછામાં ઓછો ધોરણ 10 પાસ હોવો જરૂરી છે. સ્થાનિક નગરપાલિકા વિસ્તારનો રહેવાસી હોવો ફરજિયાત છે. NCC ધરાવનાર, નિવૃત સૈનિક અથવા અર્ધસૈનિક દળના જવાન, કમ્પ્યુટર જ્ઞાન ધરાવનાર, હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર, પોલીસ પરિવારના સંતાન, અગાઉ ટ્રાફિક બ્રિગેડ તરીકે સેવા આપેલ ઉમેદવાર, રાજ્ય કક્ષાની રમત-ગમતમાં ભાગ લીધેલ ઉમેદવાર તથા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનારને પસંદગી દરમ્યાન પ્રાથમિકતા આપવામાં આવશે. સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર જાહેરાત વાંચવી જરૂરી છે.
અરજી ફી
આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો પાસેથી કોઈ પણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી. તમામ પાત્ર ઉમેદવારો અરજી ફી માફ છે.
અરજી પ્રક્રિયા
- ઉમેદવારોએ જિલ્લા ટ્રાફિક શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, બોટાદ ખાતે રૂબરૂ જઈ અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
- મેળવેલ અરજી ફોર્મમાં તમામ માહિતી સાચી અને સ્પષ્ટ રીતે ભરવાની રહેશે.
- ત્યાર બાદ અરજી ફોર્મ સાથે જરૂરી તમામ દસ્તાવેજોની નકલ જોડવી ફરજિયાત રહેશે.
- સંપૂર્ણ રીતે ભરેલું અરજી ફોર્મ છેલ્લી તારીખ પેહલા રૂબરૂ જમા કરાવવાનું રહેશે.
- અરજી ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ ભરતી પ્રક્રિયા અને તારીખ અંગે ઉમેદવારને અલગથી જાણ કરવામાં આવશે.
અરજી કરવાની લિંક:
| જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
| mahitiexpress.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs
1. ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવકની ભરતી કાયમી નોકરી છે?
નહીં, આ ભરતી સંપૂર્ણપણે માનદ સેવા માટે છે અને તે તાત્કાલિક તથા ખાનગી ધોરણે કરવામાં આવી છે.
2. શું મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે?
હા, મહિલા ઉમેદવારો માટે અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે અને તેઓ તમામ પાત્રતા પૂર્ણ કરતા હોય તો અરજી કરી શકે છે.
3. પસંદગી કયા આધાર પર કરવામાં આવશે?
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના મેરીટ આધારે કરવામાં આવશે, જ્યારે દોડ અને શારીરિક કસોટી લઘુત્તમ લાયકાત માટે રહેશે.
Disclaimer
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સત્તાવાર જાહેરાતના આધારે તૈયાર કરવામાં આવી છે. છતાં કોઈ ભૂલ અથવા ફેરફાર શક્ય છે, તેથી ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત જરૂરથી ચકાસવી.

Memariya Bhavnaben Mukesh Bhai